સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક મળી

સાંસદશ્રી વિનોદ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે ધારાસભ્યો સર્વશ્રી તથા કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડીસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા) ની બેઠક મળી હતી. આ રીવ્યૂ બેઠકમાં સરકારના વિવિધ વિભાગો હેઠળ ચાલતા વિકાસ કામોની સમીક્ષા સાથે તેને સમય મર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા સાંસદશ્રી દ્વારા સૂચના સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં નેશનલ હાઇવે, એરપોર્ટે ઓથોરીટી, પોસ્ટ ઓફીસ, સંકલિત બાળ વિકાસ યોજના, રેલવે ઇન્ફ્રા પ્રોજેકટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન , ટેલીકોમ, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી એકટ, ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન ખાણ ખનીજ શાખા, રાષ્ટ્રીય ગ્રામીણ પીવાના પાણીનો કાર્યક્રમ, સર્વ શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કૃષિ સિંચાઇ યોજના, નેશનલ હેલ્થ મિશન, મીડ ડે મિલ સ્કીમ, દિન દયાલ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય જમીન રેકોર્ડ આધુનિકરણ કાર્યક્રમ વગેરે સહિતની વિવિધ યોજના હેઠળ ચાલતા વિકાસ કામોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા તથા ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્મુમનસિંહ જાડેજા, ત્રિકમભાઇ છાંગા, અનિરુધ્ધભાઇ દવે દ્વારા અધિકારીશ્રીઓએ રજૂ કરેલી વિગતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તથા તે કામને સંલગ્ન સૂચનો કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ધારાસભ્યોશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારને લગતા મુદા રજૂ કરીને જેતે વિભાગ પાસેથી તે અંગેના કામો અંગે માહિતી મેળવાઇ હતી.

આ પ્રસંગે સાંસદશ્રીએ આ બેઠક ખૂબજ મહત્વપૂર્ણ હોવાનું જણાવીને પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ થતી સમસ્યા અને સુચનોને અધિકારીશ્રીઓ દ્વારા ગંભીરતાથી લઇને તેનો ત્વરીત નિકાલ કરવા તથા પ્રગતિ હેઠળના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ સાથે કલેકટરશ્રીએ વિવિધ વિભાગ હેઠળ થતા વિકાસકામો જનપ્રતિનિધિઓ સાથે સંકલન અને સહયોગમાં રહીને કરવા સાથે સરકારી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જન જન સુધી સુખાકારીના કામો સુચારૂ રીતે થાય તે બાબતે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આજની બેઠકમાં ધારાસભ્યશ્રીઓ દ્વારા ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ, તળાવના કામો, મનરેગાના કામ, વાસ્મો હેઠળના કામો, ગ્રામ સડક યોજના, સ્વામિત્વ યોજના હેઠળ થતા સર્વેને લગતા સૂચનો, શાળાના ઓરડા, પાણી સહિતના પ્રશ્નો મુદે રજૂઆત કરીને તેને લગતા કામો ગુણવત્તાયુકત કરવા તથા અગાઉ વિભાગ પાસે મુકાયેલા પ્રશ્નો તત્કાલ ઉકેલવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જી.કે રાઠોડ દ્વારા ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓ હેઠળ થતી કામગીરી અંગે તૈયાર કરાયેલા પુસ્તક અંગે છણાવટ કરાઇ હતી અને આ તકે સાંસદશ્રીના હસ્તે પુસ્તિકાનું વિચોમન કરાયું હતું.
આજરોજ મળેલી રીવ્યુ બેઠકમાં ડીડીઓ એસ.કે.પ્રજાપતિ, જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકા પ્રમુખશ્રીઓ તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?