ગાંધીનગરના રાંચરડામાં જમીન જોવા આવેલી 27 વર્ષીય યુવતી પર અમદાવાદના યુવકે બળાત્કાર ગુજારી કારમાંથી ફેંકી દઈ નાસી ગયો હતો. જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
બે દિવસ પહેલાં ચિરાગ કિયા ગાડીમાં યુવતીને લઈને ગાંધીનગરના રાંચરડા ખાતે જમીન બતાવવા માટે લઈ આવ્યો હતો. જ્યાં જમીન જોયા પછી બંન્ને પરત અમદાવાદ જવા રવાના થયાં હતાં. ગાડી ઊભી રાખ્યા બાદમાં યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો
યુવતીને કારમાંથી નીચે ફેંકી દઈ કિયા ગાડી લઈને નાસી ગયો હતો. ત્યારે જેમ તેમ કરીને યુવતી ઘરે પહોંચી હતી. આ મામલે સાંતેજ પોલીસ મથકના પીઆઈ કે જે રાઠોડે યુવતીની ફરિયાદ પ્રમાણે અમદાવાદના ચિરાગ નામના શખ્સ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.