હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.
જો કે 24 કલાક બાદ 2થી4 ડિગ્રી તાપમાનમાં ધટાડો થઇ શકે છે. બેથી ચાર ડિગ્રી તાપમાનનો પારો ગગડતા ગરમીથી આંશિક રાહત અનુભવાશે.
હિટવેવની શક્યતાને જોતા હવામાન વિભાગે આજે અમદાવાદ શહેરને ઓરેન્જ અલર્ટ આપ્યુ છે. આજે અને આવતીકાલે અમદાવાદને ઓરેન્જ એલર્ટ અને ત્યારબાદ યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થશે.