જરાતમાં છેલ્લા બે મહિનામાં 22 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.
નાચતા, ક્રિકેટ રમતા યુવકો ઢળી પડતા હતા. બાદમાં હાર્ટએટેકથી મોત થતા હોવાનું સામે આવતુ હતું. ત્યારે નિષ્ણાતોના મતે, શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. આ વિશે નિષ્ણાતોએ જમાવ્યું કે, પ્લેક એ ચરબીયુક્ત પદાર્થ છે, જે ધમનીની દિવાલોમાં ભેગો થાય છે. આ કારણે યુવાઓને હાર્ટ એટેક આવે છે. ધમનીમાં પ્લેકનું પ્રમાણ વધુ થાય તો ગણતરીની મિનિટોમાં તે 100 ટકા સુધી પહોંચી જાય છે. આવામાં જો વ્યક્તિ વધુ શ્રમ કરે, કસરત કે સ્પોર્ટસ એક્ટિવિટી કરે તો હાર્ટએટેકની સ્થિતિ ઉદભવે છે.
રોગને લીધે ધમનીઓમાં બ્લોકેજને બદલે પ્લેક સર્જાય છે. જે વધુ ખતરનાક છે.
નિષ્ણાતો એમ પણ કહે છે કે, 40 વર્ષથી નીચેની વયના યુવાઓમાં આ સમસ્યા વધી રહી છે. જ્યારે શરીરરમાં અનિયમિતતા અનુભવાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવજો.