મે પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ સાહેબનાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે આપેલ સુચના સંદર્ભે એ.આર.ઝનકાત સાહેબ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજ નાઓએ સુચના આપેલ, જે અન્વયે પોલીસ ઇન્સપેકટરશ્રી આર આઇ.સોલંકી સાહેબનાઓના માર્ગદર્શન હેઠા ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે રીલાયન્સ મોલની સામે આવેલ વીવીધેલની પશુચિકિત્સા કેન્દ્ર ના પાછળની બાઉન્ડરી બહાર બાવળોની ઝાડી વચ્ચે ખુલ્લી જગ્યામાં ધાણીપાસા વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/- તથા ધાણીપાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/૦૦ એમ કુલ્લે કિ.રૂ.૨૫,૦૦૦/-ના મુદામાલ સાથે નીચેની વિગતે આરોપીઓને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) જયેશ મુળશંકર ગોર ઉ.વ-૫૪, ધંધો-રી ડ્રાઇવીંગ રહે-માનં.૩૯ લાયન્સનગર-૧,મુન્દ્રા રોડ ગુજ
(૨) અનિલભાઇ લવજીભાઇ સોની ઉ.વ.-૪૪ ધંધો-રી ડ્રાઇવીંગ સહે-પોલીસ ચોકી પાછળ મીરજાપર તા.ભુજ
રેડ દરમ્યાન નાસી જનાર આરોપીઓ:-
(૧)દિપક રમેશભાઇ રાવલ રહે લેવા પટેલ હોસ્પીટલ સામે ભુજ
(૨) દિલીપ બચુભાઈ ઠકકર રહે.રઘુવંશીનગર ભાનુશાલીનગર પાછળ મુજ
(૩) મુન્નો મહેશ બાવાજી રહે.રામણ કોલોની શંકરના મંદીર પાછળ હોસ્પીટલ રોડ મુજ
કબ્જે કરેલ મુદામાલ –
(૫)રોકડા રૂપીયા-૧૫,૦૦૦-
(૨)મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- (૩)પાણીપાસા નંગ-૦૨ કી.૩,૦૦૦
>ઉપરોકત કામગીરી કરનાર :-
આમ ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સપેકટરશ્રી આર.આઇ.સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના એ.એસ.આઇ. કરણસિંહ પી.ઝાલા તથા પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ એન.જાડેજા તથા પો.કોન્સ. રણજીતસિંહ કે.જાડેજા તથા જીવરાજ વી.ગઢવી તથા જયદેવસિંહ જે.જાડેજા નાઓ જોડાયેલા હતા.