Breaking News
The Tourism & Culture Minister, Punjab, Shri Navjot Singh Sidhu meeting the Minister of State for Tourism (I/C) and Electronics & Information Technology, Shri Alphons Kannanthanam, in New Delhi on December 29, 2017.

10 મહિના બાદ આજે જેલમાંથી મુક્ત થશે નવજોત સિંહ સિદ્ધુ,

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ આજે 10 મહિના બાદ જેલમાંથી મુક્ત થશે. ગત વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેમને એક વર્ષની સજા સંભળાવી હતી. આજે મુક્ત થયા બાદ સિદ્ધુ પટિયાલા જેલની બહાર મીડિયા સાથે વાત કરશે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં છે. શુક્રવારે જ સિદ્ધુના ટ્વિટર હેન્ડલ પરથી માહિતી આપવામાં આવી હતી કે, તેમને આજે જ રિલીઝ કરવામાં આવશે.

સિદ્ધુને તેની સજાના બે મહિના પહેલા જ મુક્ત કરવામાં આવી રહ્યા છે. તેમના વકીલ એચપીએસ વર્માએ કહ્યું કે, પંજાબ જેલના નિયમો અનુસાર, જો કેદીનું વર્તન સારું હોય તો તેને સમય પહેલા જ મુક્ત કરી શકાય છે. જો કેદીનો વ્યવહાર સારો હોય તો દર મહિને તેની સજામાં 5 થી 7 દિવસનો ઘટાડો થાય છે. બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ આના આધારે સમય પહેલા જ છૂટી ગયા હતા.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »