મધ્યપ્રદેશના લોહારામાં નર્મદા નદીમાં નહાવા પડેલા ગુજરાતીઓ સાથે મોટી દુર્ઘટના બની છે. નર્મદા નદીમાં નહાવા પડેલા 4 વ્યક્તિો ડૂબ્યા છે, જેમાંથી 2ના મૃતદેહ મળ્યા છે જ્યારે 2ની શોધખોળ ચાલું છે. SDRF અને તરવૈયાઓની ટીમને આ ઘટનાની માહિતી મળતા તેઓ પહોંચ્યા હતા, જ્યાં નદીમાંથી 2 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે 2 લોકોની શોધખોળ ચાલુ છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, તબલીગી જમાતના કાર્યક્રમ માટે ધાર જિલ્લાના મિર્ઝાપુરથી આવેલા કેટલાક યુવકો બોટની મદદથી નર્મદા નદી પાર અંજદ લોહારા ઘાટ પહોંચ્યા હતા. તબલીગી જમાતના 11 યુવાનો ઘાટ પર સ્નાન કરવા લાગ્યા. આ દરમિયાન એક યુવક ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા અન્ય 3 યુવકો પણ કૂદી પડ્યા હતા અને ત્રણેય પણ ડૂબી ગયા હતા.