કપાયેલી-ફાટેલી નોટો બેંકોમાં સરળતાથી બદલાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોને આ અંગે જાણકારી હોતી નથી. ખરાબ નોટો બેંકોમાં બદલાવવા માટે રિઝર્વ બેંકની માર્ગદર્શિકા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ જો કોઈ બેંક તમને આ નોટ બદલવાની ના પાડે તો તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. બેંક દ્વારા કપાયેલી કે ફાટેલી નોટો બદલી ન આપવાની સ્થિતિમાં ગ્રાહક આરબીઆઈની અધિકૃત વેબસાઈટ પર તેની ઓનલાઈફ ફરિયાદ કરી શકે છે.
રિઝર્વ બેંકના સર્ક્યુલર મુજબ કપાયેલી કે ફાટેલી નોટ બદલવા માટે એક નિર્ધારિત સમયમર્યાદા હોય છે. એક વ્યક્તિ એક સમયે વધુમાં વધુ 20 નોટ બદલાવી શકે છે. પરંતુ તેની કુલ કિંમત 5 હજાર રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. ખુબ જ ખરાબ રીતે બળી ગયેલી, કપાયેલી કે ફાટેલી નોટો બેંકમાં નથી બદલી શકાતી કારણ કે તે ફક્ત આરબીઆઈની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે.