છેલ્લા થોડા વર્ષોથી હાર્ટ ડિઝીઝ ખૂબ જ વધી ગયું છે. હાર્ટ એેટેક, હાર્ટ ફેલ અને કાર્ડિયાક અરેસ્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓછી ઉંરમાં પણ લોકો આ ડિઝીઝના શિકાર થઈ રહ્યા છે
ખરાબ મેન્ટર હેલ્થના કારણે હાર્ટ ફેલ થઈ શકે છે. જી હાં, એક નવા રિસર્ચમાં જાણકારી મળી કે જે લોકો એકલાપણા અને સામાજીક રીતે અલગ રહેતા લોકો તેનો શિકાર થાય છે તેમનામાં હાર્ટની ઘણી બિમારીઓ થવાનો ખતરો છે.
આ રિસર્ચને જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. રિસર્ચનાં વૈજ્ઞાનિકોએ 4 લાખ યુવકો અને વૃદ્ધોની હેલ્થ હિસ્ટ્રી જોઈએ. તેમાં જાણકારી મળી કે જે લોકો એકલતામાં રહે છે તેમનામાં હાર્ટની ઘણી ડિઝીઝ થઈ.
આ લોકોમાં હાર્ટની બીમારી બાદ હોસ્પિટલમાં એડમિટ થવા અને મોત થવાનો ખતરો 20 ટકા સુધી વધારે થઈ ગયો. રિસર્ચમાં શામેલ થયેલા લોકોમાં એકલતા હતી તેમને જાડાપણુ અને ડાયાબિટીસની સમસ્યા જોવામાં આવી હતી. એવા લોકોમાં ઉંમરના વધવાની સાથે સાથે કાર્ડિયોવેસ્કુલ ડિઝીઝનો ખતરો અન્ય લોકોની તુલનામાં વધારે જોવામાં આવી છે.