અમદાવાદમાં આજે સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો પસાર થતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેને લઈ આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં લોકોને ઠંડીથી રાહત મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીથી લોકોને આંશિક રાહત મળશે. વેસ્ટર્ન ડી્ટર્બન્સ સક્રિય થયું હોવાથી ઠંડીમાં ઘટાડો થશે.