પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ ટેકનિકલ ક્ષતિ સર્જાતા તેના નિરાકરણની કામગીરી હાલ ચાલુમાં છે. ક્ષતિ દૂર ન થાય ત્યાં સુધી કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉ૫૨ ૨-વ્હીલ૨ તેમજ ૪-વ્હીલ૨ (એલ.એમ.વી. કા૨)ની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. વધુમાં ટેકનિકલ ક્ષતિનું નિરાકરણ આવશે ત્યારે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખાતે ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ કરાશે અને તેની જાણ જાહેર જનતાને કરવામાં આવશે. જેની નોંધ કચ્છ જિલ્લાની મોટરિંગ પબ્લિકને લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …