બેંકો ગ્રાહકને જાણ કર્યા વિના લોનના વ્યાજ દરમાં કરી શકે છે વધારો

નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને (NCRDC) તેના તાજેતરના એક નિર્ણયથી લોન લેનારાઓને મોટો ઝટકો આપ્યો છે. NCRDCએ ICICI બેંક અને લોન લેનાર વચ્ચેના વિવાદમાં નિર્ણય આપતાં કહ્યું છે કે, ફ્લોટિંગ રેટ લોનમાં બેંકને લોન લેનારને જાણ કર્યા વિના પણ વ્યાજ દર વધારવાનો અધિકાર છે. દર વખતે વ્યાજ વધારતા પહેલા લોન લેનારને જાણ કરવી જરૂરી નથી. આ મામલે પહેલો નિર્ણય 2019માં આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય સ્તરીય કમિશને લોન લેનારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. હવે NCRDCએ તેને પલટી નાખ્યો છે.
ફરિયાદી વિષ્ણુ બંસલે નવેમ્બર 2005માં બેંકમાંથી 30,74,100 રૂપિયાની લોન લીધી હતી. આ લોન ફ્લોટિંગ રેટ પર લેવામાં આવી હતી. ફ્લોટિંગ રેટ લોન એવી છે, જેમાં બેન્ચમાર્કમાં થતા ફેરફારોના આધારે વ્યાજ દરો પણ બદલાય છે. ઉદાહરણ તરીકે, હાલમાં મોટાભાગની બેંકો બોન્ડ યીલ્ડ અથવા રેપો રેટને બેન્ચમાર્ક મુજબ ચાલે છે. જો રેપો રેટમાં ફેરફાર થાય છે, તો લોનના વ્યાજ દર પણ તે મુજબ બદલાય છે. વિષ્ણુ બંસલે આ લોન 240 મહિનામાં ચૂકવવાની હતી અને તેની EMI 24,297 રૂપિયા પ્રતિ માસ હતી.
આ નિર્ણયથી અસંતુષ્ટ ICICI બેંકે આ વખતે નેશનલ કમિશનનો સંપર્ક કર્યો, જ્યાં નિર્ણય તેની તરફેણમાં આવ્યો. નેશનલ કમિશને કહ્યું કે બેંકને જાણ કર્યા વિના લોનના વ્યાજમાં વધારો કરવાનો સંપૂર્ણ અધિકાર છે. કમિશને વધુમાં કહ્યું કે, બેંકે તેની વેબસાઈટ પર આનાથી સંબંધિત એક નોટિફિકેશન મુક્યું છે અને વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ઋણધારકોને રીસેટ લેટર પણ મોકલવામાં આવ્યા છે. અંતે, કમિશને કહ્યું કે, કોર્ટ ગ્રાહકને માત્ર રૂ. 1 લાખની ગુડવિલ તરીકે ચૂકવણી કરી શકે છે, કારણ કે અહીં કોઈ ગેરકાયદાકીય વેપાર પ્રથા કરવામાં આવતી નથી.

About chanchal bhuj bhuj

Check Also

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?