આજરોજ નવચેતના ટ્રેનિંગ સેન્ટર ભુજ ખાતે પી.એમ.કે.એસ.વાય. ૨.૦ નો એક દિવસીય વર્કશોપ ભુજ ખાતે યોજાયો હતો. તેમાં છ જીલ્લાઓના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં DRDA ના ડાયરેક્ટરશ્રી જી.કે.રાઠોડે આ રિઝનલ વર્કશોપમાં આવેલા ૬ જિલ્લાના વોટરશેડ કર્મચારીઓને અભિનંદન આપતા કહ્યું હતું કે, આ વર્કશોપમાં જે જાણકારી મેળવશો તેનો ખુબ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચાડશો તેવી મને ખાતરી છે.
આ તકે તેઓએ વોટરશેડ યોજના અને કન્વર્ઝનની માહિતી આપતા જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાત અને પાણીની જાળવણીથી ખેતીનું ઉત્પાદન વધે છે. અને ગામના નાનામાં નાના કારીગરોને પણ રોજગારી મળે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા ખેડૂતની આવક ડબલ કરવા, પાણીનો સંગ્રહ, વપરાશ, ઘાસ, ઝાડ,ખેતી, પશુપાલન અને રોજગારી સાથે વેલ્યુ એડેડ ગામ, ખેડૂતો અને ખેતીનો વિકાસ થાય એ હેતુથી ગુજરાતના એવા વિસ્તાર પસંદ થયા છે જ્યાં પાણીની અછત, દુષ્કાળ ,બિનપીયત જમીન વધુ હોય ત્યારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અને વોટરશેડ ડેવલપમેન્ટ કન્વર્ઝન રિઝનલ વર્કશોપથી કર્મચારીઓને પુરતું માર્ગદર્શન મળી રહેશે. ઉપરાંત ખેડૂતોની ઉત્પાદન ક્ષમતા કેવી રીતે વધારવી તે વિશે પણ જરૂરી માર્ગદર્શન તેમણે આપ્યું હતું. આ વર્કશોપમાં વોટરશેડ યોજનાના ૬ જીલ્લાના ૮૧ કર્મચારીઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારત અને ગામ ખેતીનો વિકાસ થાય એ હેતુ થી ગુજરાત સરકારના માર્ગદર્શનમાં ગ્રામ વિકાસ કમિશનરશ્રી મેડમ સોનલ મિશ્રા અને મદદનિશ કમિશનરશ્રી નવનાથ સરના માર્ગદર્શન હેઠળ આ રિજીઓનલ સેમિનાર યોજાયો છે.
આ કાર્યક્રમ અંતર્ગત જમીન અને પાણીનું સંરક્ષણ, આજીવિકા અને ઉત્પાદન, ક્ષમતાવર્ધન અને લોકભાગીદારી, MTSનું મહત્વ, GSWMAની વિડિયો ક્લિપ તેમજ સાફલ્યગાથા નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. સમ્રગ કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા MDT બાબુભાઇ જોગેલ, ઇમદાદ બાગ, મહેશ પટેલ અને સુનિલ મકવાણાએ કરી હતી.
આ તકે GSWMA ગાંધીનગરના પ્રોફેશન એકસપર્ટની ટીમના શ્રી હરદિપ જાદવ, કિરણબાલાસર, નજાર અલી ઉપસ્થિતિ રહયા હતા.