ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. શિવમંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન બાદ શેત્રુંજય પર્વત પર આવેલા સૂરજકુંડ ખાતે ઊભા કરાયેલા સીસીટીવીના થાંભલાની કોઈ શખ્સો દ્વારા તોડફોડ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે જૈન સમાજ રોષે ભરાયો છે. તો બીજી તરફ, ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવમંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબો સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાતભરના સંતો-મહંતો શિવમંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા. અને અંતે સરકારની મધ્યસ્થતાથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકસાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે શિવમંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવમંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સૂરજકુંડ પાસે સીસીટીવી ઊભા કરાયા હતા.
કેટલાક લોકોએ સીસીટીવીના પોલ હટાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે, કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વીજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે. શિવમંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઊઠ્યો છે. શિવમંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે.
પાલિતાણા ડુંગર પર તોડફોડનો મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. ગૃહ વિભાગે આ મામલાની ગંભીર નોંધ લીધી છે. 5 વાગે ગૃહ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવાઈ હતી. બેઠકમાં આઇજી, એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને હાજર રહેવા સૂચના અપાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લઈ શકાય છે. જવાબદારો સામે પગલાં ભરવા ગૃહ રાજ્યમંત્રી આદેશ આપશે. તો બીજી તરફ, શેત્રુંજય પર્વત પર ભગવાન આદિનાથનાં પગલાં ખંડિત થવાના મામલે જૈન સમાજ ગિન્નાયો છે. અમદાવાદના તમામ જૈન સંઘોએ તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં તમામ જૈન સંઘના એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા.