19 ડિસેમ્બરે સોમવાર અને અગિયારસનો શુભયોગ વિષ્ણુજી, મહાદેવ અને ચંદ્રદેવની પૂજા કરો

સોમવાર, 19 ડિસેમ્બરે માગશર મહિનાના વદ પક્ષની એકાદશી છે, જેને સફલા એકાદશી કહેવામાં આવે છે. સોમવાર અને એકાદશીનો યોગ હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ મહાદેવ અને ચંદ્રદેવની પૂજા કરવાનો શુભ યોગ છે.

શિવજીની પૂજાથી અવગુણો દૂર થાય છે
જે લોકો શિવજીની પૂજા કરે છે, તેમની લાલચ, મોહ, અહંકાર, અજ્ઞાન, ખોટું બોલવું, નશો કરવો જેવા અવગુણો દૂર થાય છે. શિવ પૂજા કરવાથી મન ખરાબ વાતો તરફ ભટકતું નથી. જો વિધિવત પૂજા કરી શકો નહીં તો શિવલિંગ ઉપર જળ ચઢાવો અને બીલી પત્ર અર્પણ કરો. દીવો પ્રગટાવીને ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.

ચંદ્રદેવની પૂજા કરવાથી મન શાંત થાય છે
ચંદ્ર દેવને મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ ઠીક નથી, તેમનું મન અશાંત રહે છે. આ લોકોએ દર સોમવારે શિવજીના મસ્તક ઉપર સ્થિત ચંદ્રની પૂજા કરવી જોઈએ. શિવલિંગ ઉપર ચાંદીના લોટાથી દૂધ ચઢાવવું જોઈએ. આવું કરવાથી ચંદ્ર ગ્રહના દોષ દૂર થાય છે અને મનની અશાંતિ દૂર થાય છે.

તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજામાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.

About chanchal bhuj bhuj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »