કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લાકક્ષાના ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરાઇ

ભુજના લાલન કોલેજ ખાતે આજરોજ કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા કલેકટરશ્રી અમિત અરોરાએ યુવા મતદાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા જણાવ્યું હતું કે, મતદાન એક અધિકાર છે કોઇપણ અધિકારનો યોગ્ય ઉપયોગ કરવા વ્યકિતમાં યોગ્ય નિર્ણય શક્તિ હોવી જરૂરી છે. આ નિર્ણય શક્તિને ખીલવવા યુવાઓએ અસરકર્તા પરિબળોમાંથી સત્યને વળગીને યોગ્ય નિર્ણય લેવો જોઇએ. મતદાન સમયે પણ લોકશાહીના હિતને ધ્યાને રાખીને મતદાન કરવું જોઇએ. કલેકટરશ્રીએ આ પ્રસંગે ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ યુવાઓને વ્યકિતગત એમ્બેસડર બની મતદાન અંગે જાગૃતિ ફેલાવવા સાથે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. જે યુવાઓ મતદારનોંધણીથી બાકી રહી ગયા હોય તેઓને ત્વરાએ નોંધણી કરાવી લેવા જણાવ્યુ હતું.


કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી મહેન્દ્ર બગડીયાએ યુવાઓને મતદાનના અધિકારનું મૂલ્ય સમજીને નિષ્પક્ષ, ભય વગર મતદાન કરવા સમજ આપી હતી. તેમજ પરિવાર, સમાજ, ગામ વગેરે જગ્યાએ મતદાન માટે જાગૃતિ લાવવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં સૌ પ્રથમ મહાનુભાવોના હસ્તે નવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાર નોંધણીની કામગીરીમાં જિલ્લાના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી ડો.અનિલ જાદવ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી તરીકે રાહુલ ખાંભરા, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદાર યાદીમાં શ્રી વિનોદ ચૌહાણ, શ્રેષ્ઠ બી.એલ.ઓ તરીકે વંદનાબેન સથવારા, શ્રેષ્ઠ સેકટર ઓફીસર તરીકે ડો.દિનેશ પટેલ, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસડર તરીકે આર.આર.લાલન કોલેજના સ્નેહા શર્માનુ પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું. શ્રેષ્ઠ કામ કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. તેમજ જિલ્લા યુવા મતદાર મહોત્સવ ૨૦૨૩માં કૃતિમાં વિજેતા થયેલા છાત્રો તથા મતદાતાઓનું સન્માન કરાયું હતું
આ પ્રસંગે ઇન્દ્રાબાઇ ગલ્ર્સ હાઇસ્કુલ દ્વારા મતદાર જાગૃતિનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ હું ભારત છું વીડિયો સોંગ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે મતદારોએ લેવાની થતી પ્રતિજ્ઞામાં ઉપસ્થિતો સહભાગી થઇને પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પી.વાય.ગોસ્વામીએ તથા સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું
કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારીશ્રી ડો.એ.બી.જાદવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભુપેન્દ્ર વાધેલા, આર.આર.લાલન કોલજના પ્રિન્સીપાલશ્રી છત્રપાલસિંહ ઝાલા તથા મામલતદારશ્રી ચૂંટણી એચ.ડી.બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ભુલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન _

ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »