Breaking News

50 મોબાઇલ ફોન ભરેલું પાર્સલ ચોરી કરતા કુરિયર કંપની દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી

સ્કરોએ એકસાથે  50 મોબાઇલ ફોન ભરેલું પાર્સલ ચોરી કરતા કુરિયર કંપની દ્વારા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર બાબતને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના જમાલપુર ખાતે રહેતા જાવેદ અજમેરવાલા છેલ્લા 10 વર્ષથી એસ.ટી ડેપો ગીતામંદિર ખાતે એક કુરિયર કંપનીની ઓફિસમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની ઓફિસે પાર્સલો લેવાનું તથા ડિલિવરીનું કામકાજ થાય છે. બે-એક મહિના પહેલા સુરતથી અમદાવાદ ખાતે બે પાર્સલ આવ્યા હતા. જે બંને પાર્સલ પર મોકલનાર રાકેશભાઈ અને લેનાર અર્જુનભાઈ નામ લખેલું હતું. જે બંને પાર્સલ સવારના ઓફિસે આવ્યા અને સ્ટાફ દ્વારા રજીસ્ટર પર એન્ટ્રી પણ કરવામાં આવી હતી. બાદમાં તેમના ગોડાઉનના શટર પાસે બીજા પાર્સલો પડ્યા હોવાથી તેની બાજુમાં આ પાર્સલો મૂક્યા હતા. તે જ દિવસે આ પાર્સલ લેવા માટે ભાવેશ શેઠ નામના વ્યક્તિ આવ્યા હતા. ત્યારે ગોડાઉનમાં તપાસ કરતા એક પાર્સલ મળી આવ્યું હતું જે પાર્સલ તેમને આપી દીધું હતું. પરંતુ બીજું પાર્સલ મળી આવ્યું નહોતું. જે પાર્સલમાં અલગ અલગ કંપનીના કુલ 3.27 લાખના 50 મોબાઈલ ફોન હતા તેવું પાર્સલ લેવા આવનાર ભાવેશભાઈએ જણાવ્યું હતું.

જાવેદભાઈએ પાર્સલ લેવા આવનારને જણાવ્યું કે, અમારે પાર્સલનું મોટું કામ છે જેથી કોઈ જગ્યાએ ભૂલથી ડીલીવરી થયેલ નથી કે કોઈ જગ્યાએ મુકાઈ ગયું હશે જેની તપાસ કરી તમારું પાર્સલ આપી દઇશ. પરંતુ બે મહિના સુધી તેમના પાર્સલ ન મળી આવતા ગોડાઉનમાં તપાસ કરી અને પાર્સલની ડીલીવરી અન્ય કોઈ જગ્યાએ થઈ ગઈ છે કે કેમ, તે બાબતોને લઈને તપાસ કરી હતી. પરંતુ પાર્સલ ન મળી આવતા તે ચોરી થયું હોવાની શંકાના આધારે હવે જાવેદભાઇએ આ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »