Breaking News

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું

8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે, જેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી 156 સીટ જીતી લીધી છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે અને એનું જ્ઞાતિ સમીકરણ શું હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે. નવા મંત્રીમંડળમાં એકપણ સમાજને અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે. ભાજપે અત્યારસુધીનો રેકોર્ડ તોડી પ્રચંડ બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે ભાજપ માટે આગામી લક્ષ્યાંક કોઈ હોય તો એ છે વર્ષ 2024માં આવનારી લોકસભા ચૂંટણી. વર્ષ 2019ની જેમ ફરીથી એક વખત ભાજપ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક હાંસલ કરવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને જ 11 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના મળીને 25 જેટલા સભ્યોનું નવું મંત્રીમંડળ રચવામાં આવશે.ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.

About chanchal bhuj bhuj

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »