જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

by mahi
0 comments

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપરના ભાગમાં આવેલા એક અંતરિયાળ જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘણા કલાકો સુધી ભારે ગોળીબાર ચાલુ રહ્યો. અધિકારીઓએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને બેઅસર કરવા માટે વધુ દળો તૈનાત કરવામાં આવ્યા છે.ન્યૂઝ એજન્સી PTI અનુસાર, સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઇટ કોરે રવિવાર બપોરે 12 વાગ્યે ‘ઓપરેશન ત્રાશી-I’ શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં વ્હાઇટ નાઇટ કોરે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે ચાલી રહેલા સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયતના ભાગ રૂપે સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો ચતરૂના ઉત્તરપૂર્વમાં સોનાર જનરલ વિસ્તારમાં આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા.આર્મીએ જણાવ્યું હતું કે, “ઘેરાબંધીને મજબૂત કરવા માટે વધુ ફોર્સને સામેલ કરીને ઓપરેશન ચાલી રહ્યું છે, જે સિવિલ એડમિનિસ્ટ્રેશન અને સિક્યુરિટી એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં સપોર્ટ મળી રહ્યો છે.” મુશ્કેલ વિસ્તાર અને પરિસ્થિતિઓમાં દુશ્મનના ફાયરિંગનો જવાબ આપતા સૈનિકોના સારા પ્રોફેશનલિજ્મ અને પાક્કા ઇરાદાની પ્રશંસા કરી હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, સર્ચ ટીમને બેથી ત્રણ વિદેશી આતંકવાદીઓનું એક ગ્રુપ મળ્યું, જે કથિત રીતે પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ (JeM)ના હતા, તેમણે ઘેરો તોડવાના પ્રયાસમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ ફેંક્યા હતા. સૈનિકોએ જવાબ આપતા ઘેરો કડક કરવા માટે આર્મી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને પોલીસના વધારાના દળો મોકલવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, સાંજે 5:40 વાગ્યા સુધી બંને તરફથી સમયાંતરે ફાયરિંગ થતું રહ્યું હતું. આઠ સૈનિકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રેનેડ બ્લાસ્ટથી મોટાભાગના સૈનિકોને છરાના ટુકડા લાગ્યા હતા. આતંકવાદીઓને ટ્રેક કરવા અને તેમને નિષ્ક્રિય કરવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશનને ઝડપી બનાવવા માટે ડ્રોન અને સ્નિફર ડૉગ સહિત એડવાન્સ્ડ સર્વિલાન્સ ઇક્વિપમેન્ટ તૈનાત કરવામાં આવ્યા છે.આ વર્ષે જમ્મુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ છે. કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના કહોગ અને નજોટે જંગલોમાં 7 અને 13 જાન્યુઆરીના રોજ એન્કાઉન્ટર થયા હતા. 15 ડિસેમ્બર, 2025ના રોજ, ઉધમપુર જિલ્લાના માજલતા વિસ્તારના સોન ગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા. આતંકવાદીઓ ગાઢ જંગલ અને અંધારાનો લાભ લઈને ભાગી જવામાં સફળ રહ્યા હતા.ગયા વર્ષે ડિસેમ્બરમાં જમ્મુ વિસ્તારના જંગલોમાં છુપાયેલા લગભગ ત્રણ ડઝન આતંકવાદીઓને બહાર કાઢવા માટે શરૂ કરાયેલા મોટા આતંકવાદ વિરોધી ઓપરેશન બાદ આ એન્કાઉન્ટર થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસ પહેલા શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા માટે કામગીરી વધુ તીવ્ર બનાવવામાં આવી હતી, કારણ કે પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા વધુ આતંકવાદીઓ મોકલવાના ભયાવહ પ્રયાસો અંગે ગુપ્ત માહિતી મળી હતી.

You may also like

Leave a Comment