ભારત-પાકિસ્તાન મેચ મામલે રાજકારણ ગરમાયું; વિપક્ષી પાર્ટીઓનો વિરોધ, દેશભરમાં પ્રદર્શનની તૈયારી

by admin
0 comments

ભારત-પાકિસ્તાન મેચ મામલે રાજકારણ ગરમાયું; વિપક્ષી પાર્ટીઓનો વિરોધ, દેશભરમાં પ્રદર્શનની તૈયારી

મુંબઈ : એશિયા કપ 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ક્રિકેટ મેચને લઈને રાજકારણ ગરમાયું છે. એક તરફ ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ છે, તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ આ મેચનો વિરોધ શરૂ કર્યો છે. તેઓએ આ મુકાબલાને પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો અને ભારતીય સૈનિકોનું અપમાન ગણાવ્યું છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આંદોલન દરમિયાન પાકિસ્તાની ખેલાડીઓના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું. પત્રકારો સાથેની વાતચીતમાં ભારદ્વાજે જણાવ્યું કે, “પાકિસ્તાન સામે ક્રિકેટ રમવી એટલે પહલગામ હુમલામાં પોતાના પતિ ગુમાવનાર ભારતીય મહિલાઓનું અપમાન કરવું છે, છતાં કેન્દ્ર સરકારે મેચને મંજૂરી આપી.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું કે પાકિસ્તાની ક્રિકેટરો પહેલગામ હુમલાની શહીદ થયેલી વિધવાઓનો મજાક ઉડાવે છે, અને હવે ભારત સરકાર તેમની સાથે ક્રિકેટ રમી રહી છે – જે શરમજનક છે.

મહારાષ્ટ્રમાં શિવસેના (UBT) વડા ઉદ્ધવ ઠાકરેએ મેચ સામે કડક વલણ અપનાવ્યું છે. તેમણે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં ઠાકરેએ કહ્યું, “જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય, ત્યાં સુધી ભારતે પાકિસ્તાન સાથે કોઈ સંબંધ રાખવો નહીં જોઈએ. આ મેચ રાષ્ટ્રીય ભાવનાઓનું અપમાન છે.”

કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ (શરદ પવાર જૂથ) અને AIMIMના કેટલાક નેતાઓએ પણ પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ યોજવા બદલ BCCI તથા કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

વિપક્ષી પાર્ટીઓના આંદોલનોને કારણે આજે થનારી ભારત-પાકિસ્તાન ટક્કર માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ રાજકારણના મંચ પર પણ ચર્ચાનો વિષય બની ગઈ છે.

You may also like

Leave a Comment