SP. રિવિઝન ઝુંબેશ વિરુદ્ધ બિહારમાં મહાગઠબંધનનો વિરોધ: રાહુલ ગાંધી પણ જોડાયા, રાજ્યવ્યાપી બંધનું એલાન

by chanchal bhuj bhuj
0 comments

પટના, 9 જુલાઈ 2025:
બિહારના વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ સામે આજે મહાગઠબંધનના 6થી વધુ રાજકીય પક્ષોએ રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. આ વિરોધ રેલીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિતના તમામ ઘટક પક્ષો જોડાયા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ખાસ દિલ્હીથી પટના પહોંચ્યા હતા અને આંદોલનને ટેકો આપવા માટે RJD નેતા તેજસ્વી યાદવ અને ડીઆરએમ એલ (CPIML) નેતા દીપાંકર ભટ્ટાચાર્ય સાથે જોડાયા હતા. ત્રણેય નેતાઓ ઇન્કમ ટેક્સ ચોકથી એકસાથે રેલી કરીને ચૂંટણી પંચના કાર્યાલય તરફ રવાના થયા.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આરોપ મૂક્યો
પટનામાં ધરણા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે,

“મહારાષ્ટ્રની ચૂંટણીમાં જેમ ચોરી કરાઈ હતી, તેવી જ રીતે બિહારમાં પણ મત ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ એ રાજ્યને મહારાષ્ટ્ર મોડેલ માની રહ્યો છે.”

તેમણે ચૂંટણી પંચ પર ભાજપ અને આરએસએસના પક્ષપાતી એજન્ડાથી ચાલવાનો આરોપ મૂકતા ઉમેર્યું કે,

“તમે સરકારી અધિકારી છો, ભાજપના નેતા નથી. તમારી કામગીરી પક્ષપાતપૂર્વકની છે. અમે કાયદાનો માર્ગ લઈશું અને તમને જવાબદારીથી બચવા ન દઈએ.”

રાજ્યભરમાં બંધનો વ્યાપક असर
આંધોલનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં જાહેર વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. શાળાઓ-કૉલેજો બંધ રહી, રસ્તાઓ પર ટ્રાફિક અટકી પડ્યો છે અને અનેક સરકારી કચેરીઓમાં કર્મચારીઓ હાજર ન રહ્યાં. સ્થાનિક સ્તરે પોલીસ અને પ્રશાસન સતત મોનીટરીંગ કરી રહ્યાં છે અને મતદાન યાદી સુધારાના કામમાં ગડબડીના આરોપોને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે.

You may also like

Leave a Comment