ભુજમાં ST બસ પોર્ટ નજીક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ અને આગ, રસ્તો ધુમાડાથી ઢંકાઈ ગયો

by chanchal bhuj bhuj
0 comments

ભુજ, 9 જુલાઈ 2025:
ભુજ શહેરના ST બસ પોર્ટ નજીક બુધવારના સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. એક યુવાન નજીકની નાસ્તાની દુકાને દાબેલી ખાવા માટે આવ્યો હતો અને સ્કૂટરમાં પાવરબેંક ચાર્જિંગ પર મૂકી હતી, ત્યારે અચાનક પાવરબેંકમાં જોરદાર બ્લાસ્ટ થયો.

આ બ્લાસ્ટ બાદ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં તાત્કાલિક આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસ ઘણા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા અને રસ્તાની એક તરફી દૃશ્યતા લગભગ અદૃશ્ય બની ગઈ હતી.

અફરાતફરીનો માહોલ, નસીબજોગે જાનહાનિ ટળી
આચાનક આગની ઘટનાને કારણે નજીકની ખાણીપીણીની દુકાનોમાં અને રસ્તે પસાર થતા લોકોએ દોડધામ શરૂ કરી હતી. જોકે સ્થાનિક લોકોએ तत્કાળ પ્રતિક્રિયા આપી પાણી નાખી આગને નિયંત્રણમાં લીધી, જેથી વધુ નુકસાન અટકાવી શકાયું. સદભાગ્યે કોઇને ઈજા થવાની ઘટના ઘટી નથી, પરંતુ ભવિષ્યમાં આવું ન બને તે માટે ચેતવણીરૂપ બનાવતી ઘટના બની છે.

વિશેષ સૂચના: ચાર્જિંગ દરમ્યાન સાવચેતી જરૂરી
વિદ્યુત સલામતીના દૃષ્ટિકોણથી વિશેષજ્ઞો નિયમિત રીતે ચેતવણી આપે છે કે પાવરબેંક કે અન્ય ઉપકરણોને વાહનમાં ચાર્જ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ, ખાસ કરીને જ્યારે વાહન તાપમાં ઊભું હોય અથવા સતત ચાર્જિંગમાં રહેતું હોય.

You may also like

Leave a Comment