પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમબ્રાન્ચે દોઢ કરોડથી વધુનો દારુ ઝડપ્યો ભુજ પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડાની સીધી સુચના અન્વયે લોકલક્રાઇમ બ્રાન્ચ દ્વારા તલવાણા ગામ પાસે આવેલ હોટલ પર કટીંગ કરવા ઉભેલ ગેસના ટેન્કરમાં રાખવામાં આવેલ વિદેશી દારુનો જથ્થો કીંમત રુપીયા 1,53,86,500 ઝડપી પાડેલ છે.આ અંગે મળતી વિગતો મુજબ લોકલ ક્રાઇમબ્રાન્ચના ઇન્સ્પેક્ટરશ્રી એચ.આર.જેઠીને બાતમી મળી હતી કે ત્રગડીનો બુટલેગર યુવરાજસિંહ તેના સાગરીતો સાથે મળીને ભારતીય બનાવટનો વિદેશી દારુ કચ્છ લાવી રહ્યો છે અને માંડવી મુન્દ્રા રોડ પર તલવાણા નજીક આ ટેન્કર ઉભેલ છે.ત્યારે પોલીસે આ ટેન્કરની તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશીદારુનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારુની નાની મોટી બોટલનંગ 26179 કીંમત રુપીયા 1,53,86,500 તેમજ ગેસનું ટેન્કર ઝડપી પાડેલ છે.પોલીસે આ ગુનામાં ત્રણ શખ્સોની ધરપકડ કરેલ છે જ્યારે લીસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ જાડેજા અને જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા નાસી ગયેલ છે.
39

