ભારત બંધ, રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન

by JAYENDRA UPADHYAY
0 comments

અમદાવાદમાં અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા કેન્દ્ર સરકારની પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટેની નીતિના વિરોધમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને રેલી કાઢવામાં આવી હતી.જેમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, વિવિધ બેન્ક કર્મચારીઓ, વિમાન કર્મચારીઓ અને સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં 10 કેન્દ્રીય મજૂર સંગઠનો જોડાયા હતા જેમાં બેંક એલઆઇસી રાષ્ટ્રીય યુનિયન સંયુક્ત મંચ તથા અન્ય મજુર સંગઠનો જોડાયા હતા.મજુર વિરોધી 4 લેબર કોડ કાયદાના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓએ તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે મોંઘવારી ઉપર રોક લગાવવા માટે, બેરોજગારોને કામ આપવા માટે, આંગણવાડી આશા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવા માટેના મુદ્દાઓને લઈને અપીલ કરવામાં આવી હતી. ખાનગી કર્મચારીઓને માસિક 26000 રૂપિયા લઘુતમ વેતન અને 10,000 પેન્શન આપવા માટેના મુદ્દાઓને આ વિરોધ પ્રદર્શનમાં આવરી લેવામાં આવ્યા હતા. સરકારી સાહસોનું ખાનગીકરણ બંધ કરવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં INTUC, HMS, SEWA, ATU, AIUTUC, ગુજરાત અસંગઠિત કામદાર મંચ અને LIC UNION જેવા મજુર કામદારોના સંઘ જોડાયા હતા.આ મુદ્દે બેંક એસોસિએશનના પ્રમુખ જનક રાવલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના વિરોધમાં સરકારની જે નીતિઓ છે. તેના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.દેશમાં આજે 20,000 જેટલા બેંક કર્મચારીઓ હડતાલ પર છે. તેના લીધે 15000 કરોડના વ્યવહાર આજે ઠપ થશે. આજે અમે જિલ્લા કલેકટર કચેરી ખાતે અમારું આવેદનપત્ર આપવાના છીએ. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તમામ સંગઠનો મળીને આગળ ઉગ્ર આંદોલન કરવાની તૈયારી ધરાવીએ છીએ.આ રેલીમાં 10 કેન્દ્રીય મજૂર સંગઠનો જોડાયા હતા જેમાં બેંક એલઆઇસી રાષ્ટ્રીય યુનિયન સંયુક્ત મંચ તથા અન્ય મજુર સંગઠનો જોડાયા હતા. તેમાં સરકારની મજૂરી વિરોધી નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. આશરે આજે 25 કરોડ કામદારો આ વિરોધ પ્રદર્શનને લઈને હડતાલ પર છે.

You may also like

Leave a Comment