નખત્રાણા તાલુકાના જડોદર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં’ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત જડોદર ગામ ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા ‘ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેરી કહાની, મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલા યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો લાઇવ સંદેશો નીહાળ્યો હતો.
કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.