રાપર તાલુકાના સઇ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પયાત્રા કાર્યક્ર્મ ઉજવાયો હતો. કાર્યક્રમમાં સરકારની જનકલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
વંચિત લાભાર્થીઓને યોજનાના લાભ આપવાના લક્ષ્યાંક સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા “નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સઇ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય વિકસિત ભારત સંકલ્પની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ગામ અગ્રણીઓ,અધિકારીશ્રીઓ,કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …