“લાયસન્સ વગર બંદુક સાથેના ફોટાઓ પાડી પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબનાઓએ અમુક ઇસમો સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથીયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા હોય તેવા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.સબ.ઇન્સ ટી.બી. રબારી સાહેબનાઓને તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સુચના આપેલ કે સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથીયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા ઇસમો વિરુધ્ધ તાત્કાલીક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવા જણા વેલ જેથી આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. જયદીપસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. સુરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા,બલભદ્રસિંહ રાણા, મયુરધ્વજસિંહ જાડેજા, નવીનકુમાર જોષી. શક્તિસિંહ ગઢવી તથા મહીપાલસિહ પુરોહીતનાઓ પો.સબ.ઇન્સ. ટી.બી. રબારી સાહેબનાઓ સાથે ભુજ શહેર વિસ્તારમાં ખાનગી વાહનોથી પેટ્રોલીંગ તેમજ સોશ્યલ મિડીયામાં વોચમાં હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે સોશ્યલ મીડીયા એક ઇન્સ્ટાગ્રામ નથા ફેસબુક યુઝર હથીયાર સાથે પોતાના ફોટાઓ અપલોડ કરેલ હોય જેથી હથિયાર સાથેના ફોટાવાળા ઇસમની તપાસ કરાવતા આ ફોટા વાળા ઇસમ ભુજમાં હોટલ ડોલર પાસે આવેલ ચાર પાસેથી મળી આવેલ જે ઇસમે પોતાનું નામ શકીલ મામદ જત રહેસરપટનાકા બહાર,શાંતીનગર, ભુજ વાળો હોવાનું જણાવેલ અને આ ઇસમને તેના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટના સ્ટોરીમાં રાખેલ સ્ક્રિનશોર્ટ બતાવતા સદરહુ ફોટામાં દેખાતો વ્યક્તિ પોતે હોવાનુ જણાવતો હોય જેથી મજકુર ઇસમની વધુ પુછ-પરછ કરતા આ હથીયાર પોતાના સસરા સુમાર અલીમામદ જત રહેજતવાહ (જીરા) તા.ભુજ વાળાનુ હોવાની હકીકત જણાવેલ અને પોતે આ હથીયાર સાથેના ફોટોગ્રાફ્સ પાડી ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલ હોવાની હકીકત જણાવતો હોય જેથી પોતાની પાસે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલ હથિયાર બાબતે પુછતા પોતાના સસરા સુમાર જત પાસે રહેલ હથીયાર બંદુક લઇ આ ફોટા હથીયાર સાથેના અપલોડ કરેલ તેમજ પોતાની પાસે કોઇ હથીયાર પરવાનો કે, લાયસન્સ નહી હોવાનું જણાવેલ ફ્કત લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે પોતાના શોખ ખાતર લાયસન્સ વગર બંદુક સાથેના ફોટાઓ પાડી પોતાના ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરેલ છે તેમજ સુમાર અલીમામદ જત વાળાની લાયસન્સ વાળી બેંક પોતાના લાયસન્સ વાળુ હથીયાર જેઓની પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેવા શકીલ જતને આપી પોતે લાયસન્સ ધારકની શરત ભંગ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે બંને ઇસમો વિરુધ્ધ હથીયારધારાના ભંગની કલમ. ૨૯૩૦ મુજબ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુન્હો દાખલ કરાવેલ

* કબ્જે કરેલ મુદ્દાલ

– બાર બોર ડબલ બેરલ MADE IN BELGIUM હથિયાર(અગ્નિશસ્ત્ર) નંગ-૧ કિ.રૂ.૬૦,000/-

* પકડાયેલ ઇસમો

– શીલ મામદ જત ઉ.વ. ૨૨ રહે. સરપટનાકા બહાર, શાંતીનગર, ભુજ

– સુમાર અલીમામદ જત ઉ.વ. ૩૮ રહે, જતવાંઢ (ઝુરા), તા.ભુજ

About JAYENDRA UPADHYAY

Check Also

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ભુલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન _

ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »