અમેરિકાના લોસ એન્જેલસમાં શાહરુખ ખાન પોતાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યાં એક મોટો અકસ્માત થયો. અકસ્માતને પગલે શાહરુખનો આખો ચહેરો લોહીલોહાણ થઈ ગયો. લોહીથી ખદબદતી હાલતમાં શાહરુખને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો. જ્યાં શાહરુખ ખાનની સર્જરી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે અકસ્માત દરમિયાન શાહરુખના નાક પર ગંભીર ઈજા પહોંચી હતી.
શાહરૂખના નાકમાં ઈજા થઈ છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સર્જરી કરાવવી પડી. જાણો હવે તે કેવી છે તબીયત. હાલ તો આ અકસ્માતને પગલે શાહરુખના નાક પર પાટો બાંધવામાં આવ્યો છે. આવે છે. ડોક્ટરોએ પણ તેમની ટીમને કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને તે નાની ઈજા છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ફિલ્મના સેટ પર એક સીન કરી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની. આ અકસ્માતમાં શાહરૂખ ખાનને નાક પર ઈજા થઈ હતી.