બીપોરજોય વાવાઝોડામાં જાનહાનિ ટાળવાનું પહેલું મિશન સફળ- હવે રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી ઝડપથી પુરી કરાશે – ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ

સૌના સાથ સહકાર અને સમયસર સ્થળાંતરના લીધે જાનહાનિ ટળી છે – સી.આર. પાટીલ

ગાંધીનગર
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યુ કે ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત ધ્યાન રાખી રહ્યા હતા. હજુ સુધી જાનહાનિની ખબર મળી નથી પરંતુ આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય. ગુજરાત સરકારે પ્રજાની સાથે અબોલા પ્રાણીઓની પણ ચિંતા કરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અબોલા જીવ માટે તેમની સ્થળાંતરની સાથે તેમના માટે ચારાની વ્યવસ્થા કરવાની પણ સૂચના અપાઈ હતી. સરકાર અને સંગઠન દ્વારા ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવાના પ્રયત્નો કર્યા સાથે તે બહેનોને કે આવનાર બાળકને નુકશાન ન થાય તેના માટે સરકાર તેમજ આશાવર્કર બહેનોનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો.
પાટીલએ વધુમાં જણાવ્યુ કે, ગુજરાત સરકારે ભારે પવન ફૂંકાવાના કારણે રસ્તા પર પડેલા ઝાડના કારણે રસ્તા બંધ થઈ ગયા હોય તેને ઝડપથી ફરી કાર્યરત કરવા માટે જે.સી.બી તેમજ તેને ઝડપથી હટાવવાના સાધનો દ્વારા વનવિભાગ સુસજ્જ છે. મને વિશ્વાસ છે કે ગુજરાતના સૌ લોકોનો સાથ અને સહકાર મળવાને કારણે આજે જે વિકરાળ સ્વરૂપ ધરાવતા આ વાવાઝોડામાંથી આપણે સૌને ભય હતો તે ભયમાંથી મહદ અંશે જે નુકશાનની અપેક્ષા હતી તેમાંથી આપણે સૌ ખૂબ સારી રીતે બહાર નીકળી શક્યા છીએ. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કુદરતી આફતો સામે લડવાની પૂર્વ તૈયારીઓ કરે છે અને આફત પછી પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેના પ્લાનિંગ હોય છે.
અંતમાં પાટીલજીએ આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ , રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ સાંસદો, ધારાસભ્યો, પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તેમજ ગુજરાતની પ્રજાએ જે સાથ અને સહકાર આપ્યો છે તે માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું.

About vishal upadhyay

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?