ગાંધીનગરવાસીઓ માટે સારા સમાચાર : આવતીકાલે રક્ષાશક્તિ સર્કલ બનેલા પુલનું લોકાર્પણ થશે- ટ્રાફિક માંથી મળશે મુક્તિ

ગાંધીનગર

ગાંધીનગર શહેરના લોકો માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલે શનિવારે રક્ષાશક્તિ સર્કલ પર બનેલા પુલનું ઉદ્ઘાટન થશે જેને કારણે અમદાવાદ જતાં-આવતાં લોકોને ટ્રાફિક માંથી મુક્તિ મળશે. ઘણા સમયથી રક્ષા શક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર બનેલો પુલ ઘણા સમયથી તૈયાર થઈ ગયો હતો જેના કારણે ગાંધીનગર વાસીઓ તેના લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે એ આતુરતાનો અંત આવ્યો છે અને આવતીકાલથી આ પુલ ખુલ્લો મુકાશે. ગાંધીનગર મહાનગરપાલિકાના સુત્રોએ જણાવ્યા મુજબ આવતી કાલે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પુલને ખુલ્લો મુકવામાં આવશે જેમાં ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, અમદાવાદ પૂર્વના સાંસદ એચ.એસ.પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ ઉપસ્થિત રહેશે.
રક્ષાશક્તિ સર્કલ (ધોળાકુવા સર્કલ) પર 52 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રસ્તા પર દૈનિક 50 હજાર જેટલા લોકોની અવર-જવર રહેતી હોય છે. જેને પગલે ઓવરબ્રીજ શરૂ થઈ જતાં નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે.
સ્થાપના સમયે 1થી 30 સેક્ટર પુરૂતુ સિમિત રહેલાં ગાંધીનગરની સીમાઓ હવે અમદાવાદને અડે છે. વસ્તી સાથે વધેલા વાહનોને પગલે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. તેમાં પણ ઓફિસના સમયે અમદાવાદ-ગાંધીનગરને સાંકળતા સરખેજ હાઈવે અને કોબા હાઈવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળે છે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચેના ટ્રાફિક સાથે સરગાસણથી ચિલોડા તરફ આવતા-જતાં વાહનો પણ મોટી સંખ્યામાં હોય છે. આ તમામ વાહનો રક્ષાશક્તિ સર્કલથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. ત્યારે હવે ઓવરબ્રીજ શરૂ થતાં નાગરિકોને ટ્રાફીકની સમસ્યાથી છૂટકારો મળશે.
ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રોજ અંદાજે 99 હજાર લોકોની અવર-જવર રહેતી હોવાનો અંદાજ છે. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે એટલે કે મોટેરાથી મહાત્મા મંદિરના રૂટ પર રોજના 99 હજાર જેટલા લોકોની અવરજ રહેતી હોવાનો અંદાજ લગાવાયેલો છે. વર્ષ 2031માં આ સંખ્યા દોઢ લાખ, વર્ષ 2041માં સવા 2 લાખ અને 2051માં પોણા ત્રણ લાખ લોકોની અવર-જવર માટેનો અંદાજ લગાવાયો છે.
ઓવરબ્રિજની માહિતી
ખર્ચ : 52 કરોડ
કુલ લંબાઈ : એપ્રોચ રોડ સાથે 936 મી. કુલ લંબાઈ
ગાળા : 35 મીટરના 8 ગાળા
પહોળાઈ : 6 માર્ગીય (27 મીટર )
એપ્રોચ રોડ : અમદાવાદ બાજુ 350 મીટર, ગાંધીનગર બાજુ 305 મીટર
સુવિધા : પુલ નીચે પાર્કિંગ, પ્લાન્ટેશન અને બેંચની વ્યવસ્થા

About vishal upadhyay

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?