Breaking News

પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો હાર્ટ એટકેથી મોત

પાટણ જિલ્લામાં હાર્ટએટેકથી વધુ એકનું મોત થયું છે. પાટણના હારીજ ખાતે રાધા કૃષ્ણ ચાલીમાં રહેતા પન્નાલાલ ઠક્કર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. રાત્રે 1.30 કલાકે તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 15થી વધુ લોકોએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યા છે.

વહેલી સવારે 50 વર્ષીય મહિલાએ યોગા કર્યા બાદ છાતીમાં દુખાવો થયો હતો. જેથી તેમને ઓટોરીક્ષામાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરે હાર્ટ એટકેથી મોત થવાની આશંકા વ્યક્ત કરી છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »