મિરરના રિપોર્ટ્સ અનુસાર, છોકરીએ ખુદ ઓનલાઈન શેરિંગ પ્લેટફોર્મ રેડિટ પર આ કહાની જણાવી છે કે, તેનો દોસ્ત તેનો જ સાવકો પિતા બનવાનો છે, તેની માતાએ કોવિડ લોકડાઉન દરમ્યાન તેના સૌથી સારા મિત્ર સાથે પોતાનુ લફરુ ચલાવ્યું અને આ દરમ્યાન કોઈને કાનોકાન ખબર પણ ન થઈ.
છોકરીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, તેની મુલાકાત પોતાના બેસ્ટ ફ્રેન્ડ સાથે કોલેજમાં પાંચ વર્ષ પહેલા થઈ હતી. તેની દોસ્તી ત્યારથી તૂટી નથી. કોવિડ લોકડાઉન દરમ્યાન જ્યારે તેને ઘર છોડવાનો વારો આવ્યો તો, છોકરીની માતાએ તેમના ઘરમાં ખાલી એક રુમમાં શિફ્ટ થવા માટે કહ્યું અને તે માની ગયો. તે ઘરમાં ખૂબ જ સારી રીતે રહેતો હતો અને બધા આરામથી એક સાથે સમય વિતાવતા હતા. આ દરમ્યાન છોકરીની માતાને યુવક સુધી પ્રેમ થઈ ગયો, જેના વિશે તેને કંઈ જ ખબર ન પડી.
21 વર્ષની છોકરીએ જણાવ્યું કે, તેની 43 વર્ષની માતા 10 વર્ષ એકલા રહ્યા બાદ હવે તે રિલેશનમાં રહેવા માગે છે. પણ તેને સપનેય નહોતું વિચાર્યું કે, તે તેનો જ મિત્ર હશે. જ્યારે તેની માતાએ બહાર ડિનર કરવા ગયા ત્યારે આખી વાત કહી અને માતાએ ઈંગેજમેંન્ટ રિંગ દેખાડી, ત્યારે છોકરીઓને બહુ મોટો આંચકો લાગ્યો. તેને એટલું ખરાબ લાગ્યું કે, તે ઘર છોડીને જતી રહી. જો કે, છોકરીનું કહેવું છે કે, તેને તેની માતા વિશે જરાંયે ખોટું નથી લાગ્યું, પણ જે રીતે થયું તે તેને હર્ટ કરી રહ્યું છે.