ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટના આ બનાવનો પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા છે. હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.