SOG દ્વારા યુવરાજસિંહને 3 દિવસનો સમય આપ્યો છે અને 21 એપ્રિલે 12 વાગે હાજર થવા સમન્સ આપ્યુ છે. તેમણે જણાવ્યું કે, 36 વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો છે જેમાંથી 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કેસમાં સામેલ તમામની ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આક્ષેપો સામે તેમનો પક્ષ જાણવો પણ જરૂરી છે અને બીપીન ત્રિવેદી પાસેથી વધુ વિગતો પણ મળી છે તેમજ હાલમાં બીપીન ત્રિવેદીની પૂછપરછ ચાલુ છે અને હજુ પણ અન્ય આરોપીની પૂછપરછ ચાલુ છે.
મોટા ભાગના આરોપીની સામે પુરાવા મળ્યા છે અને પુરાવા સાબિત થયા બાદ યુવરાજ સામે કેસ કરાશે અને ધરપકડ કરાશે તેમજ મિલનની સામે મળેલા પુરાવા અંગે હજુ તેના પુરાવાની તપાસ ચાલુ છે તેમણે કહ્યું કે, યુવરાજસિંહનું નામ આવતા તેમનો પક્ષ રાખવા માટે આજે બોલાવ્યા હતા તેમણે વધુમાં ઉમેર્યું કે, 36 આરોપીની FRI સામે માત્ર 6ની ધરપકડ કરી છે.