ભુજ
ભુજ રીયલ એસ્ટેટના ડેવલોપર અને હોટેલીયર બિરજુભાઇ શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપીને રુપીયા વીસ લાખની ખંડણી માંગનાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજથી ઝડપી લીધેલ છે. ગત તા.5ના રોજ ઇમેઇલમાં બીરજુભાઇ શાહને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ મળ્યો હતો.જેના આધારે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ગુન્હામાં આજે ભુજના ગણેશનગરમાં રહેતા જાલમસિંહ પિરસિંહ રાજપુરોહીતની ધરપકડ કરેલ છે.આ શખ્સ મુળ રાજસ્થાનના બાડમેર જીલ્લાના ભાલીખલનો વતની છે.ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે તેની તપાસ કરીને ધરપકડ કરેલ છે.
