કર્મફલદાતા અને ન્યાયના દેવતા શનિદેવે પણ 17 જાન્યુઆરીએ પોતાની પ્રિય રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિદેવ મૂળત્રિકોણ રાશી કુંભ રાશિમાં પ્રવેશ કર્યા બાદ 2025ની શરૂઆત સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. જેની અસર તમામ રાશિઓમાં જોવા મળશે
વૃષભ રાશિ – શનિદેવનું સંક્રમણ વૃષભ માટે શુભ સાબિત થવાનું છે. કારણ કે શનિદેવ તમારી કુંડળીના દસમા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. આ સિવાય તેમણે શશ રાજયોગ પણ બનાવ્યો છે. આ દરમિયાન તમને તમારા કાર્યોમાં સફળતા મળશે. નોકરીયાત લોકોને તેમની કારકિર્દીમાં નવી તકો મળશે. વેપારી વર્ગના લોકોને મોટો ફાયદો થશે.
મિથુન રાશિ – મિથુન રાશિના નવમા ઘરમાં શનિદેવનું રાશિ પરિવર્તન થયું છે. આ સાથે તમારી કુંડળીમાં શશ મહાપુરુષ રાજયોગ પણ બનેલો છે. આ દરમિયાન તમારે કામ દરમિયાન મુસાફરી કરવી પડી શકે છે. જેઓ અપરિણીત છે તેમના માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ રાજયોગ તમારા માટે અઢી વર્ષ સુધી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
કુંભ રાશિ – શનિદેવનું રાશિ પરિવર્તન કુંભ રાશિમાં જ થયું છે. તમારા માટે પણ અઢી વર્ષ માટે તમને રાજા જેવું જીવન આવશે, આ દરમિયાન તમારું વ્યક્તિત્વ સુધરી શકે છે. આ સાથે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વિવાહિત જીવન જીવતા લોકો માટે આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે.