રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. જેની સામે 241 દર્દીઓ સાજા થયા છે અને હાલ આઠ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 2128 દર્દીઓ હાલ સ્ટેબલ છે.