ગુજરાત હાઈકોર્ટે નપુંસક રિપોર્ટને આધારે 55 વર્ષીય ફોટો પત્રકારને રેપના આરોપમાંથી મુક્ત કરીને તેમને છોડી મૂક્યાં છે. 27 વર્ષીય યુવતીએ 55 વર્ષીય ફોટો પત્રકાર પર મોડલિંગને નામે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ દાવો કર્યો હતો કે તે નપુંસક છે. આરોપીએ ત્રણ વખત ટેસ્ટ પણ કરાવ્યો હતો અને ત્રણ વખત નપુંસક સાબિત થયો હતો. આ પછી ગુજરાત હાઈકોર્ટે આરોપીને જામીન આપ્યા છે.
55 વર્ષીય ફ્રીલાન્સ ફોટોગ્રાફર પર એક 27 વર્ષીય મહિલાએ મોડલિંગની નોકરી અપાવવાના બહાને રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના ગયા વર્ષે નવેમ્બરમાં બની હતી. આરોપી પ્રશાંત ધનક સામે બળાત્કાર અને ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીએ નપુંસક હોવાનો દાવો કરીને કોર્ટમાં રેગ્યુલર જામીન માંગ્યા હતા.
પોતાના બચાવમાં આરોપીએ પોતે નપુંસક હોવાની દલીલ કરી હતી. તેમના વકીલે એક મેડિકલ રિપોર્ટને ટાંક્યો હતો જેમાં તેમના સ્પર્મને એક વાર નહીં પરંતુ ત્રણ વખત એકત્રિત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. ડોક્ટરોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે તેને ન તો ઇરેક્શન છે કે ન તો સ્પર્મ.
આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે, મહિલા તેની પાસે પૈસાની માંગણી કરી રહી હતી અને જ્યારે પૈસા ન મળ્યા તો તેણે કેસ દાખલ કર્યો. હાઇકોર્ટે આરોપીની દલીલ સ્વીકારીને તેને જામીન આપ્યા હતા.