વારંવાર મોબાઈલ પર તેના નોટિફિકેશન, મેસેજ, ઈમેઈલ વગેરે આવતા રહે છે. આવામાં લોકો વારે ઘડીયે પોતાના મોબાઈલ પણ ચેક કરતા રહે છે. જો કે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વારંવાર મોબાઈલ ફોનને ચેક કરવો કે જોવો એ આદત ઘાતક સાબિત થઈ શકે છે.
એક રિસર્ચ મુજબ વારંવાર મોબાઈલ ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટર્સના જણાવ્યાં મુજબ વારંવાર સ્માર્ટફોન જોવાની આદત તણાવ પેદા કરી શકે છે. ફોનમાં સૌથી વધુ તણાવ મેસેજના કારણે થાય છેદર 36 સેકન્ડમાં સરેરાશ લોકોના સ્માર્ટફોન પર કોઈને કોઈ પ્રકારના મેસેજનું નોટિફિકેશન આવે છે. આ કારણે તણાવ વધે છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક- ડોક્ટર્સના જણાવ્યાં મુજબ તણાવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. અનેક કેસોમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે માણસ તણાવમાં હોય છે ત્યારે શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ હોર્મોનથી માણસનું હ્રદય ઝડપથી પંપ કરવા લાગે છે. તેનાથી શરીરમાં શુગરનું લેવલ પણ વધે છે.