૧૩મીના કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી : ખેતપેદાશોને સલામત સ્થળે ખસેડી લેવા અનુરોધ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી તા. ૦૯/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ સંદેશ આધારે અને તા. ૦૯/૦૩/૨૦૨૩ ની હવામાન વિભાગ ની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની આગાહી છે.
વાદળછાયું વાતાવરણ વચ્ચે આગામી તા.૧૩/૦૩/૨૦૨૩ ના રોજ દિન-૧ દરમિયાન છુટા છવાયા વરસાદની આગાહી હોઈ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા અનુરોધ કરાયો છે. આ ઉપરાંત એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત-જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત-જણસોના જથ્થાને કોઈ નુકશાન ન થાય તે માટે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે.તેવું નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.
જિજ્ઞા વરસાણી

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજના સુરમંદીર સિનેમાઘરમાં આગ લાગી

ભુજના ધમધમતા એવા બસસ્ટેશન નજીક આવેલા સુરમંદીર સીનેમામાં આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »