રાપર તાલુકાના ફતેહગઢ અને નાગતરવાંઢ મા ઝરમર વરસાદ વચ્ચે વિજળી પડતાં એક ઈજાગ્રસ્ત થયા

by JAYENDRA UPADHYAY
0 comments

આજે સાંજે સાડા પાંચ છ વાગ્યા ના અરસામાં વાગડ વિસ્તારમાં ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો તાલુકા મથકે ઝરમર વરસાદ ના અમી છાંટણાં થયા હતા તો તાલુકાના ફતેહગઢ ગામે ખેતરમાં વિજળી પડતાં ખેતર ની વાડ બળી ગઈ હતી તો મોડા સણવા વચ્ચે આવેલ નાગતર વાંઢ વિસ્તારમાં વિજળી પડતાં નરેશ ભાઈ રાધુભાઇ કોળી ને ઈજા થઈ હતી જેમને સારવાર માટે આડેસર ખાતે દાખલ કરવામાં આવ્યા છે ઇજાગ્રસ્ત ના ઘર પર તથા તેમના ભાઇ ના ઘર પર વિજળી પડતાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો તથા મોબાઇલ બળી ગયા હતા તો ઈજાગ્રસ્ત ના ભાઈ ના ઘર પણ નુકશાન થયા નુ જાણવા મળ્યું છે

 

You may also like

Leave a Comment