ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા થયો છે.
14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે.