સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે દુનિયાભરને ક્લાઈમેટ ચેન્જ અંગે મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે મુંબઈ અને ન્યુયોર્ક જેવા મોટા શહેરોએ વધતી સમુદ્રની જળસપાટીને કારણે ગંભીર પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. એવામાં વૈશ્વિક સમુદાયે ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે ગંભીર પ્રયાસો કરવા પડશે.
તેમણે કહ્યું કે સમુદ્રની વધતી જળસપાટી ભવિષ્યને ડૂબાડી રહી છે. સમુદ્રના જળસ્તરમાં વૃદ્ધિ પોતાનામાં જ એક મોટું જોખમ છે. દુનિયાભરના નાના ટાપુઓ, વિકાસશીલ રાજ્યો અને નીચલા વિસ્તારોમાં રહેતા લાખો લોકો માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ચર્ચા સમુદ્રની સપાટીમાં વૃદ્ધિ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે નિહિતાર્થ દરમિયાન ગ્યુટરેસે કહ્યું કે સમુદ્રની સપાટીમાં વૃદ્ધિ મુશ્કેલીનું કારણ બની શકે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે વધતી સમુદ્રની જળસપાટી અમુક નીચલા વિસ્તારોની સાથે દેશના અસ્તિત્વને પણ જોખમમાં મૂકી શકે છે.
ગ્યુટરેસે કહ્યું કે ગત 3,000 વર્ષોમાં કોઇપણ સદીની તુલનાએ 1900 બાદથી સમુદ્રની વૈશ્વિક સરેરાશ જળસપાટી ઝડપથી વધી છે અને વૈશ્વિક મહાસાગર ગત 11,000 વર્ષોમાં કોઈપણ સમયની તુલનાએ ગત સદીમાં ઝડપથી ગરમ ગયા છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે દરેક ખંડના મોટા મોટા શહેર જેમ કે કૈરો, લાસોસ, માપુટો, બેંગકોક, ઢાકા, જાકાર્તા, મુંબઈ, શાંઘાઈ, કોપનહેગન, લોસ એન્જેલસ, ન્યુયોર્ક, બ્યૂનસ આયર્સ અને સેન્ટિયાગો પણ ગંભીર પરિણામોનો સામનો કરી શકે છે. લગભગ ૯૦૦ મિલિયન લોકો સામે ખતરો છે જે ઓછી ઊંચાઈવાળા તટીય ક્ષેત્રોમાં રહે છે.