ગુજરાત ATS દ્વારા નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા 5 ઇસમો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, નિવૃત્ત DGP ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા પાંચેય ઇસમોએ ભેગા મળી કાવતરું રચ્યું હતું. જેમાં BJP ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને નિવૃત્ત DGP ને ખોટી રીતે બદનામ કરવા એક મહિલાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. રાજ્યના એક નિવૃત DGPને બદનામ કરવા અને ખોટી રીતે ફસાવવાનું ષડયંત્ર સામે આવતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીએ એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
