આવકવેરા વિભાગ દ્વારા હાઉસ કીપિંગ અને સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા એક વ્યક્તિને 1 કરોડ 14 લાખ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ મળતાં આ સિક્યુરિટી ગાર્ડ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ સિક્યુરિટી ગાર્ડનું નામ છે ચંદ્રકાંત વરક.
56 વર્ષીય ચંદ્રકાત વરકનું કહેવું છે કે તેણે પોતાના જીવનમાં આટલા પૈસા માત્ર ટીવી પર જ જોયા છે, કારણ કે તેને ટેક્સ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સૂચના મળતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચંદ્રકાંત વરક પોતાની ફરિયાદ લઈને ઈન્કમટેક્સ વિભાગ પહોંચ્યા અને પૂછપરછ કરી હતી. જવાબ સાંભળીને તેઓ વધુ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેને કહેવામાં આવ્યું કે તેના પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરીને વિદેશમાં ખરીદી કરી છે.
પૂછપરછ પર આવકવેરા વિભાગે તેમને કહ્યું કે તેમના પાન કાર્ડ અને કાગળોનો ઉપયોગ કરીને ચીનમાં સામાન ખરીદવામાં આવ્યો છે. તે ખરીદીઓ પર ટેક્સ ચૂકવવામાં આવ્યો નથી. અધિકારીઓએ તેમને પોલીસ સ્ટેશન જવા કહ્યું છે. હવે ચંદ્રકાંત વરક પોલીસ સ્ટેશનમાં જઈને આ અંગે ફરિયાદ કરવાની હિંમત દાખવી રહ્યા છે