પંચમહાલના એક આશ્રમમાં પરણિત મહિલા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. હાલોલના આશ્રમમાં સાધુએ પરણિત મહિલા પર દુષ્કર્મ આચર્યુ છે.
સાધુએ મહિલાને સંતાન પ્રાપ્તિ માટે અગાઉ 2થી 3 વખત વિધિ માટે બોલાવાઈ હતી જે બાદ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પીડિત મહિલાને તબીબી પરીક્ષણ માટે વડોદરા ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે દુષ્કર્મ આચરનાર સાધુને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે.