હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.