નિઝામપુરાના અમરપાર્કમાં વૃદ્ધા પર શ્વાને હુમલો કરતાં વૃદ્ધા લોહીલુહાણ થઇ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના પગલે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા આવ્યા છે. રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે
રખડતા શ્વાને વૃદ્ધા પર હુમલો કરતાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં સોસાયટીમાં રખડતા શ્વાનના આતંકથી રહીશો ત્રસ્ત છે. રહીશોનું કહેવું છે કે, શ્વાનના ત્રાસને કારણે બાળકો, વૃદ્ધો ઘર બહાર નીકળી શકતા નથી. સાથે જ રખડતા શ્વાનની સમસ્યાના કાયમી ઉકેલની માગ પણ કરવામાં આવી રહી છે.