Breaking News

આરટીઓ કચેરી ભુજ ખાતે ઓટોમેટેડ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ક્ષતિ સર્જાતા ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહેશે

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકમાં તા.૦૩/૦૧/૨૦૨૩ના રોજ ટેકનિકલ ક્ષતિ સર્જાતા તેના નિરાકરણની કામગીરી હાલ ચાલુમાં છે. ક્ષતિ દૂર ન થાય ત્યાં સુધી કચેરીના ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉ૫૨ ૨-વ્હીલ૨ તેમજ ૪-વ્હીલ૨ (એલ.એમ.વી. કા૨)ની ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે. વધુમાં ટેકનિકલ ક્ષતિનું નિરાકરણ આવશે ત્યારે ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખાતે ટેસ્ટ લેવાની કામગીરી રાબેતા મુજબ ચાલુ કરાશે અને તેની જાણ જાહેર જનતાને કરવામાં આવશે. જેની નોંધ કચ્છ જિલ્લાની મોટરિંગ પબ્લિકને લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »