રેપના ખોટા કેસમાં લગભગ બે વર્ષ સુધી મધ્ય પ્રદેશના રતલામમાં એક શખ્સને જેલમાં પુરી રાખ્યો હતો. 666 દિવસ સુધી જેલમાં વિતાવ્યા બાદ બહાર નીકળેલા શખ્સે હવે સરકાર પાસેથી 10006 કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. તેમાં વેપારને થયેલા નુકસાનથી લઈને કોર્ટ કચેરીના ખર્ચ પણ સામેલ છે. ખાસ વાત એ છે કે, કુલ માગેલી રકમમાં 10 હજાર કરોડ રૂપિયા તે એટલા માટે માગી રહ્યો છે કે, આ દરમિયાન ભગવાન તરફથી માણસને આપવામાં આવેલી ભેટ જેમ કે સેક્સથી તે વંચિત રહી ગયો.
કાંતિલાલને વેપારમાં થયેલા નુકસાન, સાખને પહોંચેલી ઈજા, શારીરિક અને માનલસિક કષ્ટ, પરિવારને થયેલા નુકસાન માટે 1-1 કરોડની મદદ આ ઉપરાંત 10 હજાર કરોડ રૂપિયા સેક્સનો આનંદ નહીં લઈ શકવાના કારણે માગ્યા છે. જેને તે ભગવાન તરફથી મળેલી ભેટ માને છે. કાંતિલાલે જેલમાં રહ્યા દરમિયાન કેસ માટે ખર્ચ થયેલા 2 લાખ રૂપિયા પણ અલગથી માગ્યા છે.